અરવલ્લી : બાડેસર તળાવમાં બે બાળકો ડૂબી જતા ભારે ચકચાર મચી

અરવલ્લી જીલ્લામાં અકસ્માતે મોત નિપજાવાની ઘટનાઓ સતત બની રહી છે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા શ્રમિક લોકો તળાવમાં નાહવા પડતા ડૂબી જતા અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે મોડાસા શહેરને અડીને આવેલા બાડેસર તળાવમાં નજીકની ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમીક પરિવારના બે બાળકો તળાવમાં ડૂબી જતા ભારે ચકચાર મચી છે બે બાળકો બાડેસર તળાવમાં ડૂબી જતા ફાયરબ્રિગેડ, ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ,મામલતદાર, સ્થાનિક તરવૈયા ઘટનાસ્થકે પહોંચી બંને બાળકોની શોધખોળ હાથધરી છે શ્રમિક પરિવારે બાળકોના કપડાં અને ચપ્પલ તળાવ કિનારે મળી આવતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું બાડેસર તળાવ નજીક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી