ચલથાણ : મોટરસાયકલ ચોરીની ઘટનામાં એલ.સી.બી.ટીમ ને સફળતા મળી

તાજેતરમાં બનેલ વરેલી ગામ ખાતે મોટરસાયકલ ચોરી ની ઘટના અનુસંધાને સુરત ગ્રામ્ય એલ.સી.બી.ટીમ ને સફળતા સાંપડી હતી ચોરી કરાયેલ મોટરસાયકલ ને વેચવાના ઇરાદે નિકળેલા આરોપી ને બાતમી આધારે કડોદરા થી ઝડપી પાડવામાં આવ્યો હતો.
તાજેતરમાં વરેલી ગામ ખાતે મોટરસાયકલ ચોરી નો ગુનો બનવા પામેલ હતો જે અનુસંધાને કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો વાહન ચોરી ના ગુનાઓ ને શોધી કાઢવા એલ.સી.બી.શાખાના પોલિસ ઈન્સ્પેક્ટર બી.કે.ખાચર સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ કરવામાં આવ્યુ હતું જે અંતર્ગત એલ.સી.બી શાખાના એ.એસ.આઈ.અજયભાઈ રામલાલ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરસુભાઈ નાનજીભાઈ નાઓને સંયુકત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે વરેલી ગામ ખાતે જે હોન્ડા સાઇન કંપની ની મોટરસાયકલ ચોરી થઈ હતી તેને લઇને આરોપી મહમદ ઉજાલે મહમદ અકીલ અન્સારી ઉંમર વર્ષ ૨૦ રહે વરેલી શાંતિનગર તિરુપતિ કોમ્પ્લેકસ નાઓ ચોરી કરાયેલ નંબર વગરની મોટરસાયકલ ને વેચવાના ઇરાદે કડોદરા વિસ્તારમાં ફરી રહ્યો છે જે બાતમી હકીકત મુજબ કડોદરા બારડોલી રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી બાતમી વાળી મોટરસાયકલ લઇને એક ઈસમ ત્યાથી પસાર થતા જેને રોકવામાં આવ્યો હતો ઝડપાયેલ આરોપી ને સઘન પૂછપરછ દરમિયાન તેણે વરેલી ખાતે થી મોટરસાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આરોપી મહમદ ઉજાલે મહમદ અકીલ પાસેથી ચોરી કરાયેલ મોટરસાયકલ તેમજ  એક મોબાઇલ મળી કુલ ૨૦ હજાર ૫૦૦ રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ ને સોપવામાં આવ્યો હતો