ચલથાણ : સુફીયાનખાન પઠાણની લઘુમતી સમાજનાં ઉપ પ્રમુખ તરીકે વરણી

કોરોના કાળ દરમિયાન અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા જેમા દેશ,પાર્ટી તેમજ સમાજમાં મહત્ત્વનું યોગદાન આપી ધાર્મિક સૌહાર્દ પાથરનાળા સુરત જિલ્લા ભાજપ લઘુમતી સમાજનાં મહામંત્રી એવા બાલેશ્વર ગામ નિવાસી મરહૂમ સિકંદરખાન પઠાણ નો સમાવેશ પણ થવા જાય છે જોકે સુરત જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા ગતરોજ મરહૂમ ના સંતાન ને જિલ્લા લઘુમતી સમાજનાં ઉપ પ્રમુખ જાહેર કરાતા તેમના પિતા ને પાર્ટીએ શ્રધ્ધાંજલી અર્પણ કરવાની સાથે તેમની ખોટ વર્તાવા દીધી ન હતી.
કોરોના કાળ દરમિયાન દેશમાં અનેક પરિવારોએ પોતાનાં મોભી તેમજ સજ્જનો ગુમાવવાં પડ્યા છે જેમની ખોટ કદાચિત પણ પુરાઈ તેમ નથી એવા જ દેશ તેમજ સમાજ માટે હંમેશા આગળ રહેલા પલસાણા તાલુકાનાં સમાજનાં અગ્રણી મરહૂમ સિકંદરખાન પઠાણ નો સમાવેશ થાય છે જેઓ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં લધુમતી સમાજનાં મહામંત્રી તરીકે કાર્યરત હતા જેમણે પાર્ટીમાં સક્રિય રહી હરહંમેશ પોતાની જવાબદારી બખૂબી નિભાવી હતી જેઓને સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ કેતનભાઈ સાથે ગાઢ મિત્રતા કેળવાયેલી હતી.
ભારતીય જનતા પાર્ટી એક શિષ્ટબંધ્ધ પાર્ટી મનાય છે જે સંગઠનમાં વણાઈ ને આવેલા કાર્યકરો એક પરીવાર ની જેમ એકબીજા સાથે જોડાયેલા છે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈ તેમજ સંગઠન ના તમામ પદાધિકારીઓ દ્વારા એકબીજા સાથે સંકલન સાધી ગતરોજ મરહૂમ સિકંદરખાન પઠાણ ના પુત્ર સુફીયાનખાન સિકંદરખાન પઠાણ ને જિલ્લા લઘુમતી સમાજનાં ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી જેઓ આવનારા દિવસોમાં પોતાના પિતા ની માફક સંગઠન ને વધું મજબુત કરવાની સાથે દેશ,સમાજ તેમજ પાર્ટી પ્રત્યેની જવાબદારી નિભાવતા જોવા મળશે.