ભરૂચ : લક્ઝરી બસના ચાલકે આગળ જતી ટ્રકને પાછળથી મારી ટક્કર

અંકલેશ્વર હાઈવે બાકરોલ બ્રિજ પર સોમવારની વહેલી સવારે લક્ઝરી બસના ચાલકે આગળ જતી ટ્રકને પાછળથી ટક્કર મારતા લક્ઝરી બસ ના કંડકટર નું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું છે. લક્ઝરી બસનો ચાલક બસ મૂકીને ફરાર થઇ ગયો છે. પોલીસ સુત્રિય માહિતી મુજબ અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાકરોલ બ્રિજ ઉપર સોમવારના રોજ વહેલી સવારે લક્ઝરી બસ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ને આગળ જતી ટ્રક સાથે અથાડતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં લક્ઝરી બસ ના કંડકટર અને રાજસ્થાન ના કલ્પેશ નાગજીભાઈ બારીયાનો ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. સાથે અકસ્માતના કારણે લક્ઝરી બસના કેટલાક મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી જોકે લક્ઝરી બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઇ ગયો હતો.આ અકસ્માત ની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ ને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર આવી પહોંચી મૃતક કલ્પેશ બારીયા ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી લક્ઝરી બસ ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.