ડભોઇ : વડોદરી ભાગોળ ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન

પશ્વીમ બંગાળ માં ચૂંટણીઓ બાદ જે હિંસા ભળકી ઉઠી છે તેના વિરોધ માં ડભોઇ ભાજપા ના કાર્યકર્તાઓ દ્વારા વડોદરીભાગોળ ખાતે સોસિયલ ડિસ્ટનસ સાથે ધરણા કરી કડક કાર્યવાહી કરવા તેમજ કાયદો વ્યવસ્થા ખોરવાય નહી તે માટે બંગાળ સરકાર ને બરતરફ કરી રાષ્ટ્રપતિ સાસણ લાવા માંગ કરી હતી.
પશ્ચિમ બંગાળ ચૂંટણીઓ ના પરીણામ બાદ જે ભાજપ ના કાર્યાલય ઉપર હુમલા અને હિંશા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને ગુજરાત રાજ્ય ના ભાજપ ના દરેક કાર્યકરો વખોડી નાખે છે ઉપર થી મળેલ આદેશ અનુશાર ડભોઇ વડોદરી ભાગોળ સરદાર પટેલની પ્રતિમા પાસે ધરણા નો કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા જીલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ મંત્રી, ડો મહેન્દ્રભાઈ પટેલ જિલ્લા અગ્નિ ભાજપ અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ તથા શહેર પ્રમુખ ડોક્ટર સંદિપભાઈ શાહ, બીરેનભાઈ શાહ મહામંત્રી અમિતભાઈ સોલંકી ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી તેમજ નગરપાલિકાના સદસ્ય સતિષભાઈ સોલંકી અને ભાજપના કાર્યકર્તાઓ વગેરે જોડાયા હતા અને બંગાળ માં દુકાનો લુંટની,પોસ્ટરો સળગાવવા,નિર્દોષ લોકોને રસ્તા ઉપર રહેંસી નાખવા,બહેનો ઉપર રેપ કરીને મારી નાખવી આવી હલકી કક્ષા ના રાક્ષસોની ધરપકડ થાય,કાયદો-વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે બંગાળ સરકાર ને બરતરફ કરી રાષ્ટ્રપતિ સાસણ ની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો.