ડભોઇ : એમ.પી.દેશાઈ સ્કૂલના કેમ્પસ ખાતે વૃક્ષા રોપણ કરાયું

ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી ના ભાગ રૂપ સેવા અને સમર્પણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ દયારામ શાળા સહિત કોમર્સ કોલેજ ખાતે 71 વૃક્ષો રોપી પર્યાવરણ ના જતન માટે સંદેશો આપ્યો હતો.
ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમત્તે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સેવા અને સમર્પણ કાર્યક્રમ ની ઉજવણી કરી રહી છે જે અંતર્ગત આજ રોજ ડભોઇ દયારામ કેળવણી મંડળ સંચાલીત શ્રી એમ.એમ.દયારામ અને એમ.પી.દેશાઈ સ્કૂલ ના કેમ્પસ ખાતે તેમજ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો આ પ્રસંગે 71 જેટલા વૃક્ષો રોપી પર્યાવરણ ના જતન માટે સંદેશો અપાયો હતો આ પ્રસંગે ડભોઇ શહેર પ્રમુખ ડો.સંદીપ શાહ, મહામંત્રી અમિતભાઈ સોલંકી, મહામંત્રી વંદનભાઈ પંડ્યા, યુવા મોરચા પ્રમુખ આકાશભાઈ પંડ્યા, યુવા મોરચા મહામંત્રી પ્રેમલભાઈ પટેલ,મહેશભાઈ પટેલ તેમજ તેજલબેન સોની, સહિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષા રોપણ કર્યું હતું.