મહીસાગર : પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે હેરાફેરીમાં લીધેલી ટ્રક ઝડપી પાડી

વિદેશી દારૂની બોટલો સાથે હેરાફેરીમાં લીધેલી ટ્રક સાથે કુલ દસ લાખ સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતી સંતરામપુર પોલીસ
જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર સંતરામપુરના પો.સ.ઇ પી.પી. ભોઈ નાઓ તેમજ ટોટલ સંતરામપુર પોલીસ સ્ટાફ મળીને સંતરામપુર તાલુકામાં આવેલ ખેડાપા આઉટ પોસ્ટ પોલીસ મથકની હદમાં આવેલ ભમરી ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરતા ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ ટ્રક મારફતે હેરાફેરીમાં લઇ જવાતો હોવાની બાતમી મળતા કડક અને ચુસ્ત બંદોબસ્ત સાથે ટ્રકને રોકવાની કોશિશ કરતા અંધારાનો લાભ લઇને ટ્રક ડ્રાઈવર નાસી છુટેલ ત્યારે આજે બાજુમાંથી પંચો બોલાવીને ટ્રક નો કબજો લેતાં તેમાં વિદેશી દારૂની બોટલો નંગ ૨૪૭૨ જેની કિંમત બે લાખ સોળ હજાર રૂપિયા અને હેરાફેરી માટે લીધેલ ટ્રક નંબર GJ 2- Z- 68 17 જેની કિંમત આઠ લાખ રૂપિયા થાય છે એમ કુલ મળીને દસ લાખ સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ સંતરામપુર પોલીસે ઝડપી પાડી ને પ્રોહીબીશન કલમ ૬૫-એ,૬૫-e ૧૧૬-b ૯૮(૨) ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.