જામનગર : કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા સતત ચોથા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા આંખે પાટા બાંધી ગુજરાતની પ્રજા અંધકારમાં હોવાનો કટાક્ષ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.રાજ્યમાં વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લા ચાર દિવસથી આ કાર્યક્રમ સામે વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે. આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્ધારા લાલબંગલા સર્કલ પાછળ કાર્યકરોએ આંખે પાટા બાંધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જામનગરમાં સળંગ ચાર દિવસથી વિરોધ કરી રહેલા કોંગ્રેસના સહ પ્રભારી જીતેન્દ્ર બઘલ અને ધારાસભ્યો સહિત ૭૦ થી વધુ લોકોની અટકાયત. મહિલાઓની સુરક્ષા મુદ્દે વિરોધ વ્યક્ત કરી રહેલા કોંગી અગ્રણીઓની અટકાયત કરવામાં આવી.