સાબરકાંઠા : સાબરડેરીમાં બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરડેરીમાં બીજી ટર્મ માટે આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી જોકે અમુલ ફેડરેશનના ચેરમેન તેમજ સાબર ડેરીના વર્તમાન ચેરમેનની શામળભાઇ પટેલની બિન હરીફ વરણી કરાઇ છે તેમજ વાઇસ ચેરમેન તરીકે બ્રિજેશ પટેલની વરણી કરાઇ છે.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરડેરીમાં આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેન્ડેડ આધારે યોજાયેલી ચૂંટણીમાં અમુલ ફેડરેશનના ચેરમેન તેમજ એનડીડીબીના સભ્ય પટેલને ફરી એક વખત સાબર ડેરી નું સુકાન સોંપવામાં આવી છે સાથોસાથ વાઇસ ચેરમેન પદે બ્રિજેશ પટેલની વરણી કરાઇ છે જોકે ચેરમેન બન્યા બાદ શામળભાઇ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પશુપાલકોની યોગ્ય ભાવ મળી રહે તે બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે આ તબક્કે સાબરડેરીના તમામ ડિરેકટર સહિત પ્રાંત અધિકારીની હાજરીમાં ફળની તથા સમર્થકો ટેકેદારો સહિત ડિરેકટર એક બીજાનું મોં મીઠું કરાવી તેમને સન્માનિત કર્યા હતા જોકે આગામી સમયમાં સાબર ડેરી દ્વારા લેવાયેલા નિર્ણય અમુલ ફેડરેશન સુધી અસર કરનારા બની રહે તેમ છે ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં પશુપાલકોના હિતાર્થે કેવા નિર્ણયો લેવાય છે.