પંચમહાલ : મોરવા હડફ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી

મોરવાહડપ ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણી પ્રસંગે નારી ગૌરવ દિવસની ઉજવણી
ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણી પ્રસંગે લોકાભિમુખ શાસનની ગૌરવવંતી પરંપરાના સફળ પાંચ વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે આજે મોરવા હડફ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોરવા હડપ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોરવા હડફ તાલુકાના અનેક મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંખ્યામાં સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. રાજ્યકક્ષાના જીવંત પ્રસારણ સહિત ઓફલાઈન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે મહિલાઓના ઉત્કર્ષ માટેની યોજનાઓ સહિત સરકારની અનેક યોજનાઓથી મહિલાઓને માહિતગાર કર્યા હતા.
આ સાથે મોરવા હડપ તાલુકામાં આવેલું ગામ માંથી સ્વસહાય જુથોને મંજુર કરેલ રકમના રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે વ્હાલી દિકરી યોજના અંતર્ગત પણ પાંચ જેટલા લાભાર્થીઓને સ્ટેજ ઉપરથી મંજૂરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.