સુરતમાં ખાખીની ગુંડાગર્દી - પોલીસ કમિશનરે પગલાં ન લેતા ગૃહમાં ફરિયાદથી કાર્યવાહી

સુરતમાં ખાખીની ગુંડાગર્દી - પોલીસ કમિશનરે પગલાં ન લેતા ગૃહમાં ફરિયાદથી કાર્યવાહી

સુરતના નાના વરાછાની પોલીસ ચોકીએ લારીવાળા લઇ જતા સમયે એક વેપારીએ લારીવાળાને છોડી દેવા વિનંતી કરતા પોલીસે વેપારીને ઢોરમાર મારતા તે બેભાન થઇ ગયો હતો.
સુરતના નાના વરાછાની જલારામ સોસાયટીમાં રહેતા અને સ્ટીલના પાઇપનો વેપાર કરતા 35 વર્ષીય વેપારી નરદીપસિંહ શોલુભાઈ ગોહિલ તા.16મી એ પોતાની દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે પોલીસકર્મીઓ એક લારીવાળાને ચોકીમાં લઈ જઇ રહ્યા હતા ત્યારે નરદીપે પોલીસને લારીવાળાને જવા દેવા વિનંતી કરી હતી. પોલીસ કાર્યવાહીમાં દખલગીરી કરવાને લઇ નરદીપની વાતથી ઉશ્કેરાયેલા પોલીસ વાળાઓએ તેને પણ બાઈકથી ખેંચીને ચોકી લઈ ગયા હતા જ્યાં ચોકીમાં નરદીપને ગાળો આપીને બે પોલીસવાળાએ નરદીપના પગ પર ઉભા રહીને દંડાથી પગ, પેટ અને મોઢાના ભાગે માર માર્યો હતો જેને લઇ મોઢામાંથી લોહી નીકળતા નરદીપે તેના પિતાને ફોન કરવાનું કહેતા પોલીસે ફોન કરવા દીધો હતો. ત્યાર બાદ નરદીપ થોડીવાર પોલીસ ચોકીમાં જ બેભાન રહ્યો હતો. તે સમયે નરદીપના પિતા પોલીસ ચોકી પહોંચી જતા તેને બેફાન જોઈ હેબતાઈ ગયા હતા અને તેને તરત સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા.
નરદીપસિંહના પિતા શોલુભાઈએ જણાવ્યું હતું કે તા.16 મી એ મારા પુત્રને પોલીસે માર માર્યો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયો હતો જેને લઇ અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો પોલીસે ફરિયાદ લીધી ન હતી જે બાદ અમે પોલીસ કમિશનરને રજુઆત કરી છતાં ત્યાં પણ તાત્કાલિક ફરિયાદ નોંધાઇ ન હતી. એટલું જ નહીં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા અમારા પર ઘણું દબાણ કરાયું હતું જેથી અંતે અમે ગૃહ વિભાગને ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે સામાન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.
કેટલા ધક્કા ખાધા બાદ કાપોદ્રા પોલીસે પોલીસકર્મી દિલીપ.ડી.રાઠોડ, સંજય કણજારિયા, જય અને હરદીપ સામે ફરિયાદ નોંધી છે.