સુરત : સરદાર માર્કેટમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા

સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા હાલમાં લોકો જાણે બેદરકાર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સરદાર માર્કેટમાં કોરોના ભુલી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા ફરી કોરોના સંક્રમણ વધવાની દહેશત વર્તાઈ રહી છે.
સુરતમાં કોરોનાની બીજી લહેરએ રીતસરનો કહેર વર્તાવ્યો હતો. જો કે હાલમાં કોરોના સંક્રમણ કન્ટ્રોલમાં છે. અને શનિવારે તો કોરોનાથી એક પણ મોત ન નિપજતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે રવિવારના રોજ જાણે સુરતીઓ કોરોનાની ભુલી ગયા હોય તેવા દ્રશ્યો સરદાર માર્કેટ ખાતે જોવા મળ્યા હતાં. રવિવારની રજાના દિવસે સરદાર માર્કેટમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ફરી કોરોના બેકાબુ થાય તેમ લાગી રહ્યું છે. ભીડને કાબુ કરવામાં પણ તંત્ર નિષ્ફળ હોય જેથી ફરી કોરોના માથુ ઉંચકશે તેમ લાગી રહ્યું છે. હાલમાં કોરોના ની ત્રીજી લહેરની શક્યતાઓ હોય જેથી તંત્રએ આ અંગે પણ વિચાર કરવુ જોઈએ તેવી અરજ છે.