સુરત : મહાનગર પાલિકાની ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિની સભા મળી

સુરત મહાનગર પાલિકાની ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિની સભા મંગળવારના રોજ મળી હતી જેમાં રજુ થયેલા ચાર કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી.
સુરત મહાનગર પાલિકાની ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિની એક સભા 12 ઓક્ટોબર 2021 મંગળવારના રોજ મળી હતી. ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિની સભામાં વિવિધ શહેર વિકાસના ચાર કામો રજૂ થયા હતા. જેમાં બાગ બગીચા ખાતા દ્વારા દરખાસ્ત સાથે સામેલ કરાયેલ કામને મંજુરી અપાઈ હતી તો જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વેરીયમના કામને, સાઉથ ઝોનમાં શ્યામજીકૃષ્ણ વર્મા લેક ગાર્ડનના કામ સહિતના ચાર કામોને મંજુરીની મહોર માહોર મરાઈ હતી.
સુરત મહાનગર પાલિકાની ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિની મળેલી સભામાં રજુ કરાયેલા કામોને સમિતિએ મંજુરીની મહોર મારતા હવે કામો વેગ પકડશે.