સુરત : ઉધારમાં કાપડ ખરીદીને રૂપિયા નહીં ચૂકવી આચરી ઠગાઈ

રિંગરોડ પર યુનિવર્સલ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસેથી ચાર વેપારીઓએ ઉધારમાં કાપડ ખરીદીને રૂપિયા નહીં ચૂકવી પોતાની દુકાનો બંધ કરીને નાસી જતા ઠગ વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજજબ વરાછામાં એ.કે. રોડ પર યોગેશ્વર સોસાયટીમાં રહેતા ભીખુભાઈ વઘાસિયા રિંગરોડ પર યુનિવર્સલ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. અને ગત વર્ષ 2018માં આરોપી પિયુષ રામજી માયાણી, ગૌતમ પ્રવિણ દોંગા, શૈલેશ રમેશ નાકરાણી અને કલ્પેશ તળશી ઘોરી મળ્યા હતાં. 2019 નવેમ્બરથી 2021 દરમિયાન આરોપીઓએ ભીખુભાઈ અને તેમના સંબંધીઓ પાસેથી ઉધારમાં 55 લાખનું ગ્રે કાપડ લીધું હતું. પરંતુ તેઓએ પેમેન્ટ કર્યું ન કરી દુકાનો બંધ કરી ભાગી છુટ્યા હતાં. બનાવ અંગે હાલ તો વેપારી ભીખુભાઈએ ચારેય વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે.