કામરેજ : નવરાત્રીના પાવન પર્વની ધૂમ ધામ થી ઉજવણી કરાઈ

હાલ જ્યારે નવરાત્રી ના પાવન પર્વ ની ધૂમ ધામ થી ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ નવરાત્રી ઉજવાઈ રહી છે પરંતુ ઉત્સવમાં પણ કોરોના નું ગ્રહણ નડતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી ખેલૈયા ગરબે ઘૂમી રહ્યા.
આમ તો નવરાત્રી ના પાવન પર્વ ને સર્વત્ર ધૂમ ધામ થી ઉજવાય છે પરંતુ કોરોના ના કપરા કાળ ને કારણે દરેક ઉત્સવ ફિકા પડી રહીયા છે . કામરેજ તાલુકામાં પણ ગરબા ઉજવાઈ રહ્યા છે પણ સાવચેતી થી , ખેલૈયા ઓ ગરબે ઘૂમી તો રહ્યા છે પણ કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક પહેરી ને તેમજ ગરબા મા પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી રમી રહ્યા છે . કામરેજ ની સાઈ મિલન સોસાયટીમાં થયેલા શેરી ગરબાના આયોજન ને જોવા કામરેજ તાલુકા પંચાયત ના પ્રમુખ અજીતભાઈ આહીર સરપંચ મનીષભાઈ આહીર સહીત ના આગેવાનો આયોજન ને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી તેમજ સાઈ મિલન સોસાયટીના પ્રમુખ મહેશભાઈ કાંતિભાઈ કામરેજવાળા ને અભિનંદન પાઠવ્યા હતા .