કાંકરેજ : વડા ગામે બે સગા ભાઈઓને કોરોનાએ છીનવી લીધા

કાંકરેજ તાલુકાના વડા ગામે કડીયા કામ કરી પરિવાર ચલાવતા બે સગા ભાઈઓ ને કોરોના એ છીનવી લીધા ઠાકોર નારખનજી તેજાજી અને ચેનાજી તેજાજી બન્ને ભાઈઓને નાના બાળકો હોવાથી આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાથી બાળકો ને પરિવારને સરકાર જોડે સહાય માટે આશા..
વાત કરવામાં આવે તો દેશ અને રાજ્યમાં કોરોના ની બીજી લહેરમાં ઘાતક સાબિત થઈ હતી કેટલા લોકો મોત ને ભેટ્યા છે કેટલાય લોકોનો ઘરનો માળો વિખેરાઈ ગયો છે ત્યારે કાંકરેજ તાલુકાના વડા ગામના ગરીબ ઘરના બે સગા ભાઈઓ કડીયા કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા મોટા ભાઈ ઉ.30 વર્ષના નારખનજીને બે બાળકો એક બેબી એક બાબો અને નાના ભાઈ ઉ.27 વર્ષ ના તેજાજી ને એક બાબલો બન્ને ભાઈ ને નાના બાળકો અને પત્ની ઓ ને ઘર નો મોભ તૂટ્યો જે મજૂરી કરી ને કામ કરનાર બે ભાઈ નાની ઉંમરના કોરોના સામે જંગ હારી ગયા બને ભાઈઓ ને માતા પિતાની ઉંમર વૃદ્ધ હોવાથી પરિવાર નું પૂરું ના કરી શકે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે હાલ તો બન્ને ભાઈઓ ના પરિવારની જવાબ દારી પિતા તેજાજી ઉપર આવી છે જ્યારે બન્ને દીકરાઓ કોરોના સામે જંગ લડી રહ્યા હતા ત્યારે પિતા તેજાજીએ દીકરાઓને બચાવવા ઉછી પાસી પૈસા કરી ખર્ચો કર્યો હતો જમીન જાગીરી છે નહીં કુટુંબ મજૂરી ઉપર હતું કુદરતને મંજૂર નહિ હોય તેવું પિતાજી જણાવ્યું હતું ત્યારે હાલ સરકાર આ ગરીબ પરિવાર ને સહાય આપે તેવી આશા વ્યક્ત માતા પિતા અને ગામ લોકો કરી રહ્યા છે.