સુરત : લીંબાયતમાં સર્વીસ રોડ પર પોલીસની કામગીરીમાં રૂકાવટ

મોડેલ ટાઉન ગેટ નંબર 2 સામે સર્વીસ રોડ પર પોલીસની કામગીરીમાં રૂકાવટ કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતા ખોડાભાઈ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ મોડેલ ટાઉન ગેટ નંબર 2 સામે સર્વીસ રોડ પર પોલીસની કામગીરીમાં રૂકાવટ કરનાર મુળ રાજસ્થાનનો અને હાલ પરવત ગામ ખાતે રહેતા અર્જુન પુરોહિત વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.