સુરત : મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો

પરવત પાટિયા ખાતે મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. પહેલાં ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરોની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલાં મહિલા દર્દીએ મહિલા તબીબને અશ્રુથી છલકાતી આંખોથી કહ્યું, તું તારી માતાની નહીં, અમારી સૌ કોઈની દીકરી છે, ડોક્ટરે માતાની જેમ દર્દીના પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતાં.
સુરત શહેરના આઈસોલેશન ભાવુક દૃશ્યો જોવા મળ્યાં છે. પર્વત પાટિયા મોદી કોવિડ કેર એટલે કે આઇસોલેશન સેન્ટરમાં મહિલા અને મહિલા તબીબ વચ્ચે મા-દીકરી જેવો લાગણીસભર દૃશ્ય જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર લેવા માટે હોસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જતા લોકો ડરી રહ્યા છે, પરંતુ સુરતમાં કંઈક અલગ જ પ્રકારનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આઈસોલેશન સેન્ટરમાં સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓ પોતાના ઘરે પર જવા માટે તૈયાર નથી થતા, એની પાછળનું કારણ છે, દર્દીઓને મળતી હૂંફ, પ્રેમ અને વાત્સલ્ય, જેને કારણે તેઓ તેમનાથી જાણે દૂર જવા ઈચ્છતા નથી.