સુરત : મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢા ચોર રીક્ષા ચાલકને લૂંટી થયો ફરાર

લિંબાયત સમર્થ ચોક પાસેથી રીક્ષા ચાલકને મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢાએ ચપ્પુની અણીએ ધમકાવી રોકડ અને મોબાઈલની લુંટ ચલાવાઈ હોવાનો બનાવ લિંબાયત પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલ બાંગ્લાદશી ઝુપડપટ્ટીમાં શાહપુરા ખાતે રહેતા અકીલ શાહ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે રીક્ષા લઈ લિંબાયત સમર્થ ચોક જય ભવાની ફુટવેર પાસેથી પસાર થતો હતો ત્યારે એક અજાણ્યો રીક્ષા આંતરી બેઠો હતો જેણે ચપ્પુ બતાવી રીક્ષા ચાલક અકીલ શાહને ડરાવી તેની પાસેથી રોકડા ધંધાના 500 રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરી ભાગી છુટ્યો હતો. હાલ તો લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.