સુરત : સોસિયો સર્કલ પાસે આવેલી એક દુકાનમાં લાગી અચાનક આગ

સુરતમાં આગની ઘટનાઓ યથાવત હોય તેમ સોસિયો સર્કલ પાસે આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો.
સુરતમાં વધતી જતી આગની ઘટનાઓને લઈ ફાયર વિભાગ વધુ સાબદુ થયુ છે. અને દુકાનદારો સહિતનાઓને ફાયર સુવિધા રાખવા નોટીસો પણ આપી રહ્યું છે. ત્યારે સોસિયો સર્કલ પાસે આવેલ એક દુકાનમાં આગની ઘટના બની હતી. જેને લઈ સ્થાનિક વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. બનાવને લઈ ફાયરને જાણ કરા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગ સામાન્ય હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી જેથી હાશકારો અનુભવાયો હતો.