સુરત : મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટ 2માં આગ લાગતા ફાયર વિભાગ થયુ દોડતુ

સુરતમાં આગની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ભાઠેના ખાતે આવેલ ફ્લાય ઓવર બ્રિજ પાસેની મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટ 2માં આગ લાગતા ફાયર દોડતુ થયુ હતું.
સુરત ફાયર અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ રીંગરોડ ખાતે આવેલ ભાઠેના ફ્લાય ઓવર બ્રિજ પાસેની મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટ 2 માં આગ લાગી હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગ દોડતુ થયુ હતું. અને તાત્કાલિક સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટ બેના નવમાં માળે લાગેલી આગને કાબુમાં લેવા ફાયરની સાત ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી. આગમાં કોઈ જાનહાની ન થતા ફાયર અને દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો.