બારડોલી : મીંઢોળા નદીમાં મૃત માછલીઓ મળવાનો સીલ સીલો થયો ચાલુ

સુરત જિલ્લા ના બારડોલી થી પસાર થતી મીંઢોળા નદી માં મૃત માછલીઓ મળી આવ્યા હતા . નદી માં સતત કેમિકલ અને દુષિત પાણી આવતા ફરીવાર મૃત માછલીઓ મળવા ની ઘટના સામે આવી છે .
સુરત જિલ્લા ના બારડોલી થી પસાર થતી મીંઢોળા નદી માં ફરીવાર દુષિત અને કેમિકલ યુક્ત પાણી આવી રહ્યા ની બુમરાણ ઉઠી છે . જેમાં મીંઢોળા નદી ના રામજીમંદિર નજીક પસાર થતા ઓવારે થી સવાર થી મૃત માછલીઓ મળવા નો સીલ સીલો ચાલુ થયો હતો . નદી માં રહેલા મોટા પ્રમાણ માં માછલાં ઓ મૃત હાલત માં કિનારે જોવા મળ્યા હતા . સ્થાનિકો ને વાત ની જાણ થતા લોકો ત્યાં દોડી ગયા હતા . તો બીજી બાજુ માછલી પકડતા સ્થાનિક યુવકો એ મૃત માછલીઓ બહાર કાઢતા નજરે પડ્યા હતા .
બારડોલી મિઢોળા નદી માં મૃત માછલી મળી આવતા સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. અને પાણી ના જરૂરી સેમ્પલ જી પી સી બી ને મોકલવામાં આવ્યા હતા.   સ્થાનિક વહીવટી તંત્ર અને સત્તાધીશો ની નદી શુદ્ધિકરણ ની વાતો માત્ર કાગળ પરજ રમતી હોય તેમ મીંઢોળા નદી માં બનતી ઘટનાઓ અંગે કોઈ ગંભીરતા દાખવવા માં આવતી નથી . આજે ફરીવાર મીંઢોળા નદી માંથી મોટા પ્રમાણ માં મૃત માછલીઓ મળી આવવા ની ઘટના પ્રકાશ માં આવી રહી છે.