સુરત : લોખાત હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

સુરત શહેરના કતારગામ તથા સૈયદપુરા વિસ્તારમાં કોવિડ ના દર્દીઓને લોહી ઘટી ના પડે તેવા ઉમદા હેતુ થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી કાળો કેર વર્તાવી રહી છે. પેહલી અને બીજી લહેર બાદ ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે સુરતમાં કોરોના તથા અન્ય દર્દીઓને લોહીની અછત ન પડે તેવા ઉમદા હેતુ થી કતારગામમાં જૈન સંઘ ખાતે અને લોખાત હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોરોના ની ગાઈડલાઈન ના અમલ સાથે સમજસેવકો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 150થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. સાંભળો રક્તદાતાઓ ના મુખે......