ધારી : મહિલા ઉત્કર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની નિર્ણાયક સરકારના 5 વર્ષ પુર્ણ થવા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે,જે અંતર્ગત 4 ઓગસ્ટના રોજ મહિલા ઉત્કર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે આજરોજ ગીગાસણ મુકામે આંગણવાડી નુ ખાતમુહૂર્ત રાખેલ હતુ જે ગોરમહારાજ દ્વારા ખાતમુહૂર્ત જયશ્રીબેન કાનાણી વરદ , હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ આગેવાન અતુલભાઈ કાનાણી, જીલ્લા પંચાયત સદસ્ય અશ્ચીનભાઈ કુંજડીયા,ભરતભાઈ અંટાળા,નિર્મળાબેન લુણગાંતર સદસ્ય તાલુકા પંચાયત ધારી,
પુનમબેન મકવાણા સદસ્ય ગામ પંચાયત ધારી, સંજયભાઈ વાળા દલીત આગેવાન પત્રકાર ધારી, સરપંચશ્રી ગીગાસણ, ત, ક, મંત્રી ગીગાસણ, અધિકારી શ્રી આંગણવાડી ધારી તાલુકા,રમેશભાઈ મકવાણા અગ્રણી કોળી સમાજ ધારી તેમજ પોલીસ અને જીઆરડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા