જૂનાગઢ : કોરોના રસીકરણ માટે નિઃશુલ્ક કાર સેવા નું ઉદ્ધઘાટન

સહકાર યુવા ફાઉન્ડેશન અને આપણું જુનાગઢ ના સહકાર થી ૪૫ વર્ષ થી ઉપર ની ઉંમર ના (પ્રાથમીકતા વયોવૃધ્ધ તથા દિવ્યાંગ) વ્યક્તિઓ ને રસીકરણ માટે નિઃશુલ્ક કાર સેવા નું ઉદઘાટન બહાઉદ્દીન આટઁસ કોલેજ જુનાગઢ થી કરવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા લોકોમાં કોરોના ની વેક્સિન લઈ વધુને વધુ જાગૃતતા આવે અને લોકો વેક્સિન લઈ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સહકાર યુવા ફાઉન્ડેશન તેમજ આપણું જુનાગઢ ના સહકાર થી ૪૫ વર્ષ થી ઉપર ની ઉંમર નાn વયોવૃધ્ધ તથા દિવ્યાંગ વ્યક્તિઓ વેક્સિન લઇ શકે તે હેતુથી કાર સેવા આયોજન કરવામાં આવ્યું .. ફેસબુક પર આપણું જુનાગઢ અને ઈન્સ્ટાગ્રામ પેજ પર જે લીંક આપવામાં આવી છે .તે લિંક પર જઈ ફોર્મ ભરી નામ નોંધણી કરાતા. સહકાર યુવા ફાઉન્ડેશન દ્વારા ૪૫ થી વધુ ઉંમરના વયોવૃદ્ધ વ્યક્તિને તેમના ઘરે જઈ કારમાં બેસાડી અને વેક્સિન સેન્ટર પર લઈ જઈ રસી દેવડાવી પરત તેમના ઘરે છોડી જવામાં આવશે વધુમાં યુવાનોના આ ઉમદા કાર્યને જૂનાગઢવાસીઓ એ પણ બિરદાવ્યો છે.વધુમાં સહકાર યુવા ફાઉન્ડેશન અને
આપણું જુનાગઢ ના સભ્યો એ પણ જણાવ્યું હતું કે દરેક નાગરિક વેક્સિન લે અને ભારત ને કોરોના મુક્ત કરવામાં સૌ સાથે મળી સાથ સહકાર આપીએ અને ભારત ને મજબૂત રાષ્ટ્ર બનાવીએ..