ધાનેરા : રાજસ્થાનને જોડતા રોડ પર પડ્યા મોટા મોટા ખાડા

ધાનેરાથી રાજસ્થાનને જોડતા રોડ પર મોટા મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ત્રાહિમામ.
ધાનેરાની તુલસી નગર સોસાયટી પાસે દર વર્ષે વરસાદ ના લીધે રોડ તુટી જવા પામે છે અને વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ વખતે પણ આ રોડ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ વાહનોમાં પણ ભારે નુકસાન થાય છે ત્યારે વાહન ચાલકો અને સ્થાનિક લોકો પણ આ તૂટેલા રોડથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નેશનલ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી ને  રોડના સમારકામ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આ ખાડાઓના કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જાય છે અને વાહનો પણ પલ્ટી મારી જાય છે  કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે.દર વર્ષે આ જગ્યા પરથી રોડ તૂટી જાય છે અને રોડ પર મોટા ખાડા પડી જાય છે જેથી કરીને વાહનો પણ પલ્ટી જાય છે અને વાહનચાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે રોડની ગુણવત્તા ને લઇને પણ અનેક સવાલો ઉભા થયા છે.