ધારી : તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન

આમ આદમી પાર્ટી ધારી દ્વારા તૌકતે વાવાઝોડા દ્વારા થયેલ નુકસાનનું સંપૂર્ણ પણે વળતર ચૂકવવામાં ના આવેલ હોવા થી ખેતીવાડી તથા ગ્રામ્ય વિસ્તાર માં મકાન પડી ગયેલ હોવા ના સર્વે માં ગેરરીતિ થયેલ હોવાથી આજ રોજ ધારી તાલુકા પંચાયત કચેરીએ આમ આદમી પાર્ટી ના પ્રમુખ,તમામ હોદેદારો તથા કાર્યકરો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે ઉપાસ આંદોલન ચાલુ કરવામાં આવેલ હતું.તેની ધારદાર રજૂઆત ની અનુંસંધાન પ્રશાસન દ્વારા પોલીસ આગળ કરી સૌ કાર્યકરો ની અટકાયત કરવામાં આવેલ હતી,આ બાબતે અમારી વ્યાજબી માંગણીઓ ને ધ્યાન માં લય ને તંત્ર દ્વારા સકારાત્મક અભિગમ દાખવવાની તૈયારી દર્શાવી છે.આગામી ટૂંક સમય માં TDO સાહેબ દ્વારા આમ આદમી પાર્ટી ના કાર્યકરો રૂબરૂ બોલાવી બધા પ્રશ્નો સાંભળી સંપૂર્ણ માહિતી વિગતવાર રીતે એકઠી કરી ને આમારી માંગણીઓ સુખદ સમાધાન કરવાની ખાત્રી આપવામાં આવેલ છે.