કેશોદ : વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

કેશોદમાં આઈ સી ડી એસ ના ઘટકમાં આજરોજ વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી
જેમાં આઈ સી ડી એસ ઘટક કેશોદ એકના સી ડી પી ઓશ્રી પ્રવિણાબેન ખીમસૂર્યા તેમજ કેશોદ બે ના ઈન્ચાર્જ સીડીપીઓશ્રી જમનાબેન મહીડા મુખ્ય સેવિકાશ્રી દક્ષાબેન દેકીવાડીયા, તથા ફાલ્ગુનીબેન પૈંડા એનએનએમ બ્લોક કો-ઓર્ડીનેટર બ્લોક પ્રોજેક્ટ આસીસ્ટન્ટ તેમજ આંગણવાડી કાર્યકર બહેનોએ હાજરી આપી તેમજ કેશોદ આઈસીડીએસ ઘટક એક તથા બે ના સીડીપીઓશ્રી દ્વારા લાભાર્થીઓને સ્તનપાન અંગેની માહિતી આપવામાં આવી તેમજ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ કાર્યક્રમમાં હાજર રહેલ લાભાર્થી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોને શીલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ લાભાર્થીશ્રી જોષી હેમાંસીબેન દ્વારા બાલશકિત, માતૃશકિત અવનવી વાનગીઓ બનાવી માતા તેમજ બાળકને કઈ રીતે તંદુરસ્ત રાખી શકાય જે અંગેની વિસ્તૃત માહિતીથી તમામને વાકેફ કરવામાં આવીયા હતા