જીડીપી ગ્રોથ ૫ ટકાથી ઓછો રહેશે : SBI

જીડીપી ગ્રોથ ૫ ટકાથી ઓછો રહેશે : SBI

જુલાઈથી સપ્ટેમ્બરના કવાર્ટરમાં GDP ગ્રોથ 5 ટકાથી ઓછો રહેશે. સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન GDP વૃદ્ધિદર ઘટીને 6 ટકાની નીચે આવી શકે છે તેવુ સ્ટેટ બેન્કના રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.
રીઝર્વ બેન્કે કહ્યુ હતુ કે આ નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ 6.1 ટકા રહેશે. એપ્રિલથી જૂનના કવાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિદર 5.8 ટકા હતો. વેચાણમાં ઘટાડો, નબળુ રોકાણ અને અનેક સેકટરના ખરાબ દેખાવને કારણે જીડીપી ગ્રોથની રફતાર સુસ્ત બની છે. જે પહેલા નાણાકીય વર્ષ 2012 - 13 ના જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં GDP ગ્રોથ 5 ટકાની નીચે એટલે 4.3 ટકા રહ્યો હતો.
એસબીઆઈ ઈકોરેપ રીપોર્ટમાં જણાવાયુ છે કે નાણાકીય વર્ષ 2019 - 20 ના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરમાં ગ્રોથ ઝડપ પકડે તેવી અમને ઓછી આશા છે. સપ્ટેમ્બરમાં કુલ 26 માપદંડમાંથી માત્ર 5 માપદંડમાં વૃદ્ધિ જોવા મળી છે. જેનાથી એવો સંકેત મળે છે કે હજુ પણ ઈકોનોમીમા ડિમાન્ડની અછત જોવા મળી રહી છે અને તેને સુધરવામાં સમય લાગી શકે છે. મુખ્ય માપદંડોને જોતા એવુ લાગે છે કે બીજા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 5 ટકાથી ઓછો રહેશે. જો કે રીપોર્ટમાં જણાવાયુ છે કે આ વર્ષના બીજા 6 મહિનામાં GDP ગ્રોથ ઝડપ પકડી શકે છે. સરકારી ખર્ચ વધવાથી અને કંપનીઓનું વેચાણ વધવાને કારણે ત્રીજા કવાર્ટરમાં GDP ગ્રોથ થોડો સુધરી શકે છે. આ પહેલા નોમુરા, મુડીઝ, આઈએમએફએ પણ જીડીપી ગ્રોથ ઘટશે તેવુ જણાવ્યુ હતુ.