વાપી : લેન્ડ માફિયાઓની સામે ગરીબ આદિવાસી અને અરજદારની જીત

વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા ના સંજાણ વિસ્તાર માં આવેલી અમર ટી કંપની ના પ્રકરણ માં આખર કાર ગરીબ આદિવાસી ને અને અરજદાર નિ જીત થઈ.. રોડ રસ્તા ના વિવાદ માં અમર ટી કંપની ઘણા સમય થી ફસાઈ રહી હતી જેમાં છેલ્લા પાંચ વરસ થી અરજદાર અને આદિવાસી લડત રહી રહ્યા હતા જેમાં અરજદાર નું કહેવાનું એ હતુ કે સરકારી અધિકારીઓ ના મેડાપી પના માં ખોટી રીતે કંપની ના એન એ થયા છે આ રસ્તો 12 મીટર નો સંજાણ ગ્રામ પંચાયત એ ઉલેખયો હતો અને આદિવાસી ની જગ્યા માં દબાણ કરી અહીંયા કોંક્રિટ રસ્તો બનાવી આ કંપની વપરાશ કરતી હતી જેની સામે ફકીર ભાઈ સુલેમાન પટેલે અરજી કરી અને મીડિયા ના દરવાજા ખખડાવ્યા અને આ રસ્તા ના વિવાદ માં આખરે સરકારી તંત્ર દોડતું થયું અને નાયબ કલેકટર વલસાડ ના કચેરી માં ચાલી આવતા નાયબ કલેકટર ના હુકમ નંબર - જમીન /73 એ એ/સરતભંગ /રજી.09/2018 ના મુજબ દબાણ થયેલ જગિયા ને માપણી કરી નક્સા માં ઉલેખ કરી 3 મીટર રસ્તો છોડીને રસ્તા પર કોંક્રિટ રોડ મૂળ સ્થાને લાવી તોડીને આપવાનો હુકમ કર્યો જેની સામે તંત્ર એ સ્થળ પર આવિ અને પંચો ને સાથે રાખી અરજદાર ને સમિલ કરી જગ્યા પર મર્કિંગ કરી ને ગયા છે અને આવા લેન્ડ માફિયા ઓ નિ સામે સરકારી તંત્ર એ પણ કડક પગલાં ભરી ગરીબ આદિવાસી ઓ ને ન્યાય મળ્યું જેમાં છેલ્લા 5 વરસ થી  ન્યાય ના મળતા અરજદારો એ S9 ન્યુઝ ને સંપર્ક કર્યો અને 5 પ્રકરણ બાદ છેલ્લા 9 મહિના ની અંદર આનો પરિણામ સામે આવી ગયો અને ગરીબ અને લાચાર આદીવાસી ને ન્યાય અપાવવા સફળ રહ્યા..