માળીયાહાટીના : માળીયા થી ઇટાળી,પાણકવા તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર

માળીયા થી ઇટાળી,પાણકવા તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાંવાહન ચાલો કોને હાલાકી સત્વરે રસ્તા નું કામ પુરૂ કરવા લોકોની માંગ
જૂનાગઢ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને પુરી પાડવામાં ન આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે માળીયા હાટીના થી ઇટાળી,પાણકવા, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જવાનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હોય હાલ ધીમી ગતિએ કામ ચાલુ હોવાથી ચોમાસા પેહલા આ રસ્તાઓનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ઇટાળી સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાહનચાલકો તેમજ સ્થાનીક રહિશોને હાલાકી પડી રહી છે જેથી તાત્કાલીક આ રસ્તો નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
જ્યારે બિસ્માર રસ્તાના કારણે સ્થાનીક રહિશો સહિત વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે ગામના આગેવાન સહિત સામાજીક કાર્યકરોએ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે તાત્કાલીક આ રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.