Amirgadh : ઉત્તર ભારતમાં પડી રહેલ હિમવર્ષાનાં કારણે ઠંડીમાં વધારો

અમીરગઢ પંથકમાં સર્જાયું ધૂમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યો ઠંડી નો ચમકારો
ઉત્તર ભારત માં પડી રહેલ હિમવર્ષા નાં કારણે ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે જ્યારે ફરી એકવાર જોવા મળ્યો ઠંડી નો ચમકારો ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના સરહદે અડીને આવેલા રાજસ્થાન નાં હિલ સ્ટેશન માઉન્ટ આબુ માં પણ ઠંડીનો પારો ઊંચકાતા અમીરગઢ પંથકમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો લોકો ઠંડી થી બચવા તાપણી નો સહારો લેવો પડ્યો હતો જ્યારે બીજી બાજુ ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાતાં વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી