Bhavnagar : જવાહર મેદાન ખાતે યુવકોને સૈન્યમાં જોડાવા ફ્રી ટ્રેનિંગનું આયોજન કરાયું

ભાવનગરમાં માજી ફાઉન્ડેશન સૈનિક-સેવા દ્વારા સૈન્યમાં જોડાવા માંગતા યુવકોને ફ્રી ટ્રેનિંગ
ભાવનગરના માજી સૈનિકોએ વર્ષો સુધી દેશની સેવા કરી અને હવે સેવા નિવૃત થયેલા સૈનિકો દ્વારા એક અનોખી સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે યુવકોને સૈન્યમાં જોડાવા ફ્રી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે આ ટ્રેનિગમાં ભાવનગર શહેર અને જિલ્લાના યુવકો આ ટ્રેનીંગમાં બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે સૈન્યની ટ્રેનિગમાં દોડ,કુદ તેમજ ફિજીકલ ફિટનેસને લગતી તમામ તાલીમો આપવામાં આવે છે તેમજ આ ટ્રેનિંગ વિનામૂલ્યે આપવામાં આવતી હોવાથી સૈન્યમાં જોડાવા ઇચ્છુત યુવાનોને મસમોટા ખર્ચાની જરૂર રહેતી નથી આ ટ્રેનિંગનો સમય સવારે 6.30 થી 8.30 સુધી રાખવામાં આવેલ છે અને ટ્રેનિંગ પુરી થયા બાદ યુવાનોને પૌષ્ટિક નાસ્તો પણ ફ્રીમાં આપવામાં આવે છે આ માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સેવા આપતા મનીષભાઈ વાઝા, સુરેન્દ્રસિંહ રાણા, જીતેન્દ્રસિંહ રાણા, અર્જુનસિંહ ગોહિલ, રાકેશ ભટ્ટ, ફરહાદ ચોકિયા, વિમલભાઈ બધેકા, વનરાજસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, સહિતના નિવૃત્ત જવાનો સેવા બજાવી અને ભાવનગરના યુવાનોને દેશપ્રેમ પ્રત્યે લાગણી વધે અને વધુમાં વધુ યુવાનો આ ટ્રેનીંગમાં ભાગ લે અને દેશની સેવા કરવા આર્મીમાં જોડાઈ એવી નિવૃત્ત સૈનિકો દ્વારા લાગણી વ્યક્ત કરાઈ હતી