Chalthan : ભારતીય સંસ્કૃતિમાં આસ્થાનું પ્રતિક સમાન છઠ્ઠ પુંજાની ઉજવણી

ધરતી ઉપર સાક્શાત ભગવાન સ્વરુપમાં દર્શન દેતાં તથાં જગતમાં પ્રકાશ પાથરનાળા સૂર્ય નારાયણ દેવની આથમતા તેમજ ઉગમતા બન્ને સમયે અર્ધ્ય અર્પણ કરવાનો તહેવાર એટલે ભારતીય સંસ્કૃતિમાં આસ્થાનું પ્રતિક સમાન છઠ્ઠ પુંજાની ઉજવણી....,જેને લઇને કડોદરા નગર ખાતે વસતાં ઉતર ભારતીય લોકો દ્વારા સરકારી ગાઇડલાઇનનું પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી.
સુરતનાં કડોદરા નગર ખાતે મોટી સંખ્યામાં ઉતર ભારતીય લોકો વસતાં હોય છઠ્ઠ પુંજા ને લઇને કડોદરા નગરપાલિકાનાં કારોબારી અધ્યક્શ અંકુરભાઇ દેસાઈ તેમજ સ્થાનીક કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનનાં નવનિયુક્ત પી.આઈ.આનંદ બ્રહ્મભટ્ટ દ્વારા લોકોની આસ્થા પારખીને તેમને પોતાના ઘરે અથવા સોસાયટીઓમાં રહીં છઠ્ઠ પુંજા કરવા આહવાન કરાયું હતું જેને લઈને કડોદરા નગરનાં રહીશો દ્વારા પોતાનાં ઘર તથાં સોસાયટીઓ પાસે ખાડા ખોડી કુત્રિમ તળાવ બનાવી પુજા અર્ચના કરવામાં આવી હતી જેથી સ્થાનીક પોલીસ પ્રશાસન,સ્થાનિક નગરપાલિકા વહીવટી તંત્ર તેમજ રહીશો દ્વારા એકબીજાને પુરતો સહયોગ મળતા છઠ્ઠ પુંજા શાંતિમય રીતે પૂર્ણ થઈ હતી.
અનેક વૈવિધ્ય સભર ધર્મો, વૈવિધ્ય સભર ભાષાઓ,ગામડે ગામડે બદલાતી બોલીઓ ને કારણે ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિ પુરાં વિશ્વમાં એક અનેરી છાપ ધરાવે છે જેને લઈને અન્ય દેશોમાં વસતાં લોકો ભારત તરફ આકર્ષિત રહેતા હોય છે ત્યારે હિન્દુ ધર્મનાં સૌથી મોટાં તહેવાર દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી બાદ આવતાં છઠ્ઠ પુંજા ની ઉજવણી ને લઇને કડોદરા નગર ખાતે વસતાં ઉતર ભારતીય લોકો દ્વારા કોરોના મહામારી ના કપરાં સમયમાં પણ સરકાર શ્રી ની ગાઇડલાઇન અનુસરીને સોસીયલ ડિસ્ટન્સ રાખી છઠ્ઠ પુંજા ની ઉજવણી કરવામાં આવી હતી.
છઠ્ઠ પુંજા એક રીતે ભારતીય સંસ્કૃતિ પરંપરાનું સડીઓ પુરાણું ચાલતું આવતું આસ્થાનું પ્રતિક મનાય છે જેને લઈને છઠ્ઠ ના દિવસે નદિઓ, તળાવો પાસે છઠ્ઠ વ્રતધારી બહેનો દ્વારા ભગવાન સૂર્ય નારાયણ દેવ ની આથમતા તેમજ ઉગમતા બન્ને સમયે ફળ,ફુલ વગેરે સાથે પાણીમાં ઉભાં રહીં અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે તથાં સૂર્ય દેવને પોતાનું અર્ધ્ય સ્વીકાર કરવા માટેનાં ગીતો ગાવામાં આવતાં હોય છે.