Chalthan : રાજપૂત સમાજનાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પલસાણા તાલુકા રાજપૂત સમાજ દ્વારા આજરોજ ચલથાણ ગામ ખાતે દશેરા ઉત્સવનાં પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂંજા તેમજ રાજપૂત સમાજનાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પલસાણા તાલુકામાં વસતાં રાજપૂત સમાજનાં આગેવાનો દ્વારા આજરોજ ચલથાણ ગામ ખાતે દશેરા પર્વની ઉજવણી નાં ભાગરૂપે ક્ષત્રિયો ની ઓળખ એવી તલવારો સહીતનાં શસ્ત્રો નું બ્રાહ્મણો દ્વારા વિધિવત્ મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના મહામારી ને લઇને રાજપૂત સમાજનાં પ્રમુખ કેતનસિંહ રાણા તેમજ સમાજનાં પાંચ જેટલા યુવાનો મળી પૂંજા અર્ચના કરવામાં આવી હતી જોકે તાલુકામાં વસતાં સમાજનાં અન્ય યુવાનો તેમજ આગેવાનો પોતપોતાના ઘરે રહીં પૂજન કરવામાં આવ્યું હતું તથાં વર્ચ્યુઅલ રીતે સોસીયલ મિડીયા દ્વારા પૂજામાં ભાગ લઈને શસ્ત્ર પૂંજા સમ્પન્ન કરીને એકબીજાને આરુસી શક્તિ ઉપર વિજયના પાવન પર્વ એવાં દશેરા ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતીં.
કાર્યક્રમ અંતર્ગત ચલથાણ ગામ ખાતે રાજપૂત સમાજનાં કાર્યાલયનું ઉદ્ઘાટન પલસાણા તાલુકાનાં ડાંભા ગામનાં સમાજમાં સન્માનિય વડીલ એવાં સુમુલ ડેરી ના ડીરેક્ટર ભરતસિંહ દ્વારા કાર્યાલયને સમાજ માટે ખુલ્લું મુકવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ભરતસિંહ વિસ્તારમાં એક ઉચ્ચ પ્રતિનિધિત્વ ધરાવતા આગેવાનોમાં એક છે જેઓ સુમુલ ડેરી ચૂંટણી દરમિયાન પલસાણા ક્ષેત્ર માં ડીરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા કાર્યક્રમ અંતર્ગત સમાજનાં તેમજ વાકાનેડા ગામનાં સરપંચ કુંનાલસિંહ સહિત સમાજનાં જ પલસાણા તાલુકાનાં કોગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી તથાં અન્ય યુવાનો પણ હાજર રહ્યા હતા.