Jasdan : શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબના યજમાન પદે ગાયત્રી યજ્ઞનું આયોજન

જસદણ રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબના યજમાન પદે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ
કોરોના મહામારીની શરૂઆતના પ્રથમ દિવસથી જ નિ:સ્વાર્થ સેવા સમિતિના આયોજન હેઠળ જસદણ શહેર તેમજ પંથકને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞની જયોત આજના દિવસે પણ પ્રજવલિત છે હાલ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા માટે સંસ્થા તરફથી પૂરતી સક્રિયતા દાખવવામા આવી રહી છે જ્યારે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ કોરોના નામક રાક્ષસનો સંહાર કરી સમગ્ર વિશ્વની નિર્દોષ માનવજાત માં રહેલી દહેશતથી છૂટકારો અપાવે તેમજ સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અર્પે એવી પ્રાર્થના અને પૂર્ણ શ્રદ્ધા સાથે જસદણની સરકારી હોસ્પિટલના મુખ્ય પટાંગણમાં શાસ્ત્રોકત વિધીથી "ગાયત્રી યજ્ઞ" કરવામાં આવ્યો હતો
જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ ના યજમાન પદે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ
આતકે જસદણ વહીવટીતંત્ર-પોલીસ તંત્ર-આરોગ્ય તંત્ર-નગરપાલિકા ના વિવિધ પદાધિકારીઓ તેમજ શહેરીજનોને મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સંસ્થા તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ જેમા દર્દીઓને તેમજ આમંત્રિત મહેમાનોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ખાસ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી હતી