Jamnagar : પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨માં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી

જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આપણા દેશના વૈજ્ઞાનિકો દુનિયાને રાહ ચીંધી રહ્યા છે, ભારતમાં સ્વદેશી બે રસીઓનો આવિષ્કાર થયો છે.
જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીશ્રીએ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, એન.સી.સી. વગેરેના જવાનો નું નિરીક્ષણ કર્યું હતું તેમજ માર્ચ પાસ્ટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલને પુરસ્કૃત કર્યા હતા. ઉજવણી પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ ગુજરાતમાં જ્ન્મ લેનાર પુજય મહાત્મા ગાંધી અને સરદાર પટેલને અંતઃકરણ પુર્વક શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે ગાંધી સરદારના નામ હંમેશા અમર રહેશે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૯૫૦માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ, તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. બંધારણના ઘડવૈયાનો આભાર માનતા તેમણે વધુમાં ઉમેર્યુ કે, વર્ષો પહેલા ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત થવા આપણે એકતા દર્શાવી અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષે પોતાની એકતાના દર્શન દુનિયાને કરાવ્યા છે. કોરોના નામના અદ્રશ્ય દુશ્મનને હરાવવા ગુજરાતીઓએ એક બની મક્કમ મુકાબલો કર્યો છે. સૌના સહિયારા પુરુષાર્થથી જ ગુજરાતમાં આ મહામારીમાં ૯૬ ટકાથી પણ વધારે રિકવરી રેટ રહ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિકો દુનિયાને રાહ ચીંધી રહ્યા છે, ભારતમાં સ્વદેશી બે રસીઓનો આવિષ્કાર થયો છે.