Surat : મહાનગર પાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

72માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવી યોજાઈ હતી. સુરત મનપા દ્વારા અઠવા ઝોનમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો જ્યાં કમિશનરના હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઈ હતી. સાથે અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતાં.
ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધી પાની ના હસ્તે મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને માસ્કના ઉપયોગ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અઠવાલાઈન્સ ખાતે આવેલ મનપાના પાર્ટી પ્લોટ પર યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ બાદ રાષ્ટ્રગાન થયુ હતું. અને ત્યારબાદ સીક્યુરીટી તથા ફાયરના જવાનો દ્વારા પરેડ કરાઈ હતી. તો મનપા કમિશનર દ્વારા ઉદ્દબોધન પણ કરાયુ હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનાર રમતવીરોનું સન્માન કરવાની સાથે કોવીડ 19, સ્વચ્છતા સર્વેક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા ધ્વજવંદન નો મુખ્ય કાર્યક્રમ અઠવાલાઈન્સ ખાતે પાર્ટી પ્લોટ પર યોજાયો હતો. જ્યારે તમામ ઝોનમાં પણ ઝોનના વડાઓ દ્વારા ધ્વજવંદન કરાયુ હતું.