Rajpipla : એસઆરપી 18 ગ્રુપ દ્વારા રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો

કેવડિયા ખાતે આગામી 31મી ઓકટોબરના રોજ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. ત્યારે એના ભાગરૂપે કેવડીયાકોલોની એસઆરપી ગૃપ 18 દ્વારા એકતા અને અખંડિતતાનો સંદેશ લઇને રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એસઆરપી ગ્રુપના સેનાપતિ કે. એ.નીનામાએ લીલી ઝંડી આપી દોડની શરૂઆત કરાવી હતી. આ દોડમાં ડીવાયએસપી ચિરાગ પટેલ, એલ.પી.ઝાલાની સાથે સાથે મોટી સંખ્યામાં એસઆરપી જવાનોએ ભાગ લીધો હતો.આ દોડમાં સંજય વસાવા પહેલો નંબર, જ્યારે અજય રાઠવા બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.દોડ નો મુખ્ય હેતુ એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવાનો હતો.