Tharad : વાવ તાલુકામાથી પ્રથમ નિધી સમર્પણ ની શરૂઆત કરાઈ

વાવ તાલુકામાથી પ્રથમ નિધી સમર્પણ ની શરૂઆત કરાઈ વાવ રાજવી પરિવાર દ્વારા વાવ દરબારગઢ ખાતે ચેક આપી રામ જન્મ ભૂમિની નિમાર્ણ નિધી આપવામાં આવી હતી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર બાદ નિધિ સમર્પણની શરૂઆત કરાઈ છે જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી પ્રથમ નિધિ સમર્પણની શરૂઆત કરાઈ વાવ સ્ટેટના રાજવી પરિવારના રાણા સાહેબ શ્રી ગજેન્દ્રસિંહજી ચૌહાણના હસ્તે શ્રી રામ જન્મભૂમિની નિર્માણ નિધિ આપવામાં આવી. એક લાખ એકવીસ હજાર નો ચેક આપવામાં આવ્યો છે જેમાં જિલ્લા તાલુકા ના રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ કાર્યવાહક સંઘસેવકો ઉપસ્થિત રહ્યાં હતા વાવના રાજવી પરિવાર દ્વારા રામમંદિર સમર્પણ નિધી અભિયાન અર્તગત પોતાનું યોગદાન આપવામાં આવ્યું છે જેમાં એક લાખ એકવીસ હજાર રૂપિયાનુ દાન આપવામાં આવ્યું છે. રામ મંદિર માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યો છે ત્યારે વાવના રાજવી પરિવાર એ પોતાના તરફથી યોગદાન આપ્યું છે. આ નિર્માણ નિધી ફંડની અંદર રાજવી પરિવાર એ પણ પોતાનું યોગદાન આપ્યું છે
આ કાર્યક્રમમાં બાદ બનાસકાંઠા મહાકાલ સેના અધ્યક્ષ તરીકે શૈલેન્દ્રસિહ વાઘેલા ની વરણી કરવામાં આવતા સમગ્ર ટીમ વાવ દરબારગઢ ખાતે પહોચી હતી ત્યારે અધ્યક્ષ ને તલવાર અને સાફો પહેરાવી ને વાવ રાણા ગજેન્દ્રસિહજી એ સન્માન કર્યુ હતુ સાથે સમગ્ર ટીમનુ વાવ દરબાર ગઢ ખાતે સંન્માન કારવામા આવ્યુ હતુ સાથે થરાદ ખાતે મહાકાલ સેના અધ્યક્ષ નુ અરજુનસિહ વાઘેલા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ અને બનાસકાંઠા મહામંત્રી તરીકે સિવુભા ચૌહાણ ની વરણી કરવામા આવી હતી