Upleta : નાની બાળાઓ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી ગરબે ઘૂમી

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમા નાની બાળાઓ દ્વારા સાદગી પૂર્વક વિજયાદશમી નિમિતે આદ્યશક્તિ ની આરતી ઉતારી કોરોનારૂપી રાક્ષશ નું દહન કરવા કરી અર્ચના
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં કોરોના મહામારીને લઈને સોં સોં વર્ષ જૂની પ્રાચીન અર્વાચીન ગરબીઓ સંપૂર્ણ બંધ રહેલ હતી ત્યારે આજરોજ વિજયાદશમી ના પવિત્ર દિવસે નાની નાની બાળાઓ દ્વારા માં આધ્યાશક્તિ ને રીઝવવા અને દેશને કોરોના મહામારી માંથી બહાર કાઢી કોરોનરૂપી રાક્ષશ ને હણવા માટે પ્રાર્થના કરેલ હતી સરસ્વતી ધામ શાળામાં માં નવદુર્ગાનું સ્થાપન કરવામાં આવેલ નવરાત્રીના નવે દિવસો દરમિયાન નાની બાળાઓ નું પૂજન સાથે પ્રસાદી અર્પિત કરવામાં આવેલ આજે દશેરા નિમિતે માં આદ્યશક્તિ નવદુર્ગા ને નાની બાળાઓ દ્વારા અર્ચના કરી માતાજીના ગરબે ઘૂમી માતાજીને રીઝવવા ની નિખાલસ ભાવના વ્યક્ત કરેલ.