1971 માં સેનાએ જે પોસ્ટ ઉપર પાકિસ્તાનને હરાવ્યું હતું ત્યાં તૈનાત જવાનો સાથે પીએમ મોદી દિવાળી ઉજવશે

1971 માં સેનાએ જે પોસ્ટ ઉપર પાકિસ્તાનને હરાવ્યું હતું ત્યાં તૈનાત જવાનો સાથે પીએમ મોદી દિવાળી ઉજવશે

વર્ષ 2018 માં પીએમ મોદીએ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સેના અને આઈટીબીપીના જવાનોની વચ્ચે દિવાળી મનાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ દિવાળીના તહેવારને લઇ દેશવાસીઓને અપીલ કરી હતી કે તે એક દિવો સીમા પર તૈનાત જવાનોના નામે પ્રગટાવે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે આ દિવાળી આવો એક દિવો સેલ્યૂટ ટૂ સોલ્જર્સની રીતે પ્રગટાવીએ. સૌનિકોના અદભૂત સાહસને લઈને આપણા દિલમાં જે આભાર છે તેમને શબ્દોમાં વર્ણવી નથી શકતા. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારના પણ આભારી છીએ.
દેશનું લોંગવાલા પોસ્ટ સૈન્ય ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે આ એ સ્થળ છે જ્યાં 1971માં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતુ. તા.4 ડિસમ્બર 1971ની લડાઈમાં લોંગવાલા પોસ્ટ પર તૈનાત 120 ભારતીય સૈન્યએ 40 થી 45 ટેંક પર કબ્જો કરવા આવેલા 3 હજાર પાકિસ્તાની જવાનોને હરાવી ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાનને અહીં પોતાની 34 ટેન્ક, 500 વાહનો અને 200 જવાનોથી હાથ ધોવા પડ્યા હતા પરંતુ આ ચૌકી થી પરત ફરવું પડ્યું હતું। આ લડાઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીએ બોર્ડર નામથી ફિલ્મ પણ બનાવી છે.
રાજસ્થાનના જૈસલમેરમાં ભારત - પાકિસ્તાનની સીમા મળે છે અહીં બોર્ડર પર બીએસએફની તૈનાતી છે. સુપ્રસિદ્ધ તનોટ માતાનું મંદિર પણ અહીં છે. ગત વર્ષ તા.27 ઓક્ટોબર 2019એ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં જવાનોની સાથે દિવાળી મનાવી હતી. આજે આર્મી ડ્રેસમાં પીએમ મોદી જવાનોની વચ્ચે પહોંચ્યા છે તેમની વચ્ચે મીઠાઈ પણ વહેંચી હતી. પીએમ નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે બોર્ડર પર તૈનાત જવાનોની સાથે દિવાળી મનાવી બોર્ડર ઉપર તૈનાત જવાનોનો જુસ્સો વધારશે અને પીએમ મોદીની સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવણે અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર છે.