Arvalli : ઇતિહાસમાં પ્રથમ વાર કાર્તિકી મેળાનું આયોજન રદ્દ કરાયું

કોરોના વાયરસની માહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના સંક્રમણ અટકાવવા મોટી સંખ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધરાવતા કાર્તિકી મેળાનું ભક્તોમાં છે ત્યારે શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ કાર્તીકી મેળામાં ઉમટતા લાખ્ખો શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે ઇતિહાસમાં પ્રથમ વાર કાર્તિકી મેળાનું આયોજન રદ કરતા ભક્તોએ મંદિરના ટ્રસ્ટીઓના નિર્ણયને આવકાર્યો હતો કાર્તકી પૂનમે મંદીર ખુલ્લું રહશે અને સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી શકેશે