Arvalli : વિકાસની ગ્રાન્ટમાંથી મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક હોવા છતાં વિકાસથી વંચીત રહ્યો છે ગ્રામ પંચાયત સંચાલીત ભિલોડા નગરનો વહીવટ ખાડે ગયો હોય તેમ વિકાસ થંભી જતા અને વિકાસની ગ્રાન્ટમાંથી મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના વારંવાર બૂમો ઉઠી રહી છે ત્યારે ભિલોડા ગ્રામ પંચાયતમાં ૧૪ માં નાણાંપંચની ગ્રાંટ અંગે જીલ્લા કક્ષાએથી ટીમ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થતા જાગૃત નાગરિકોમાં આનંદ છવાયો છે તપાસની ટીમ કુલડીમાં ગોળ તો નહીં ભાંગેની ચર્ચા હાલ ભિલોડા નગરમાં ચાલી રહી છે 
ભિલોડા નગરમાં વિકાસની ગ્રાન્ટ માંથી નિર્માણ થતા રોડના કામોમાં અને રોડ રિસર્ફેશની કામગીરીમાં કોન્ટ્રાકટરો તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરી રોડના કામમાં જાણે લોટ, લાકડું અને પાણી વપરાતા હોય તેવા રોડ બનાવ્યાના થોડાક જ મહિનાઓમાં રોડ તૂટી જતા હોવાની બૂમો ઉઠી રહી છે થોડા સમય અગાઉ પૂર્વ સરપંચ ભીખાભાઇ ભાટીયા અને જાગૃત નાગરિકો ગ્રામ પંચાયત આગળ ગ્રામ પંચાયત દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે જંગ છેડી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા જેને પગલે તંત્ર દોડતું થયું હતું ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે ભિલોડા ગ્રામ પંચાયતમાં નગરના વિકાસ માટે ફાળવેલ ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટના કામોની સમીક્ષા કરવા અને કામોની તપાસ માટે જીલ્લા કક્ષાએથી ટીમ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થતા જાગૃત નાગરિકોમાં આનંદ છવાયો છે