Arvalli : વૈયાગામે દીપડાએ દેખા દેતા ભયનો માહોલ સર્જાયો

મેઘરજ તાલુકાના વૈયાગામે મોડી રાત્રે એક મહીલા તેની પુત્રી સાથે ખેતરમાં રખવાળી માટે સુઇ રહ્યાહતા તેવામાં દીપડો નજીકમાં પાણી પીવામાટે આવતાં મહીલા અને તેની પુત્રીએ દીપડા ને જોતાં વન વિભાગને જાણ કરાઇહતી વન વિભાગ ઘટના સ્થળે જઇ દીપડાના પંજાનુ નીરીક્ષણ કર્યુહતુ જેમાં દિપડાના પંજાના નીશાન હોવાનુ જણાઇ આવતાં તાલુકામાં ફરી એકવાર દીપડા થી ભયનો માહોલ સર્જાયો છે
મેઘરજ તાલુકાના વૈયા ગામે મોડી રાત્રે એક મહીલા અને તેની પુત્રી તેના ભાગમાં વાવેલ ઘઉના ખેતરમાં રખવાળી માટે સુઇરહી હતી તેવામાં ઘઉના ખેતરમાંથી દિપડો બહાર આવતાં મહીલા તેમજ તેની પુત્રીએ બુમાબુમ કરતાં દિપડો ત્યાંથી ભાગી ગયોહતો જે ઘટનાની જાણ મેઘરજ વન વિભાગમાં થતાં વનવિભાગના કર્મી એમ.એમ.તાવિયાડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે જઇ દિપડાના પંજાની તપાસ કરતાં તપાસમાં દિપડાના પંજાના નીશાન હોવાનુ જણાવ્યુ હતુ જેથી વનવિભાગ દ્દારા આજુ બાજુના રહીશોને સાવચેત કરાયા હતા તેમજ પાંજરૂ મુકવા તજવીજ હાથ ધરાઇહતી મેઘરજ તાલુકામાં ફરીએક વાર દીપડો દેખાતાં રાત્રીના સમયે ખેડુતો ખેતરમાં જતાં ડરી રહ્યાછે ત્યારે આ વિસ્તારમાં ફરતો દીપડો જડપથી પાજરે પુરાય તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠીછે