Banaskantha : ડીસા તેમજ પાલનપુર બન્યું કોરોના હોટસ્પોટ

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર ડીસા તેમજ પાલનપુર બન્યું કોરોના હોસ્પોટ
હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે ખાસ કરીને લોકોને ગંભીર બેદરકારીના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ કોરોનાવાયરસ ના કેસો સામે આવતા હાલ ડિસા ને કોરોના હોસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં લોકોને ગંભીર બેદરકારીના કારણે સતત કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થઈ રહ્યો છે દિવાળી વેકેશનમાં બજારોમાં કરેલી ભારે ભીડ નું પરિણામ હાલ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે જ્યાં દિવાળી પહેલા માત્ર પાંચથી સાત કેસ રોજના કોરોનાવાયરસ ના સામે આવતા હતા. તે હાલમાં વધીને રોજના ૭૦ થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં લોકો સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરી બજારોમાં ફરતા જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાવાયરસ ના કારણે આરોગ્ય વિભાગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને લોકોને કોરોનાવાયરસ થી સુરક્ષિત રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ વારંવાર સુચનાઓ આપવામાં આવતી હોવા છતાં લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેના કારણે સતત કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થઈ રહ્યો છે.હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસો 2500થી પણ વધુ સામે આવ્યા છે. જેમાં ડીસા માં 1200 થી પણ વધુ સામે આવ્યા છે.અને હજુ પણ રોજના 35 થી 40 જેટલા વધુ કોરોનાવાયરસ ના કેસો સામે આવી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસો વધવા પાછળનું કારણ લોકોને ગંભીર બેદરકારી સામે આવી રહી છે ખાસ કરીને લોકો હાલમાં બજારોમાં ખરીદી કરવા આવતા ભારે ભીડ કરી રહ્યા છે જેના કારણે સતત લોકોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે અને જેના કારણે જ કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ ને અટકાવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મેઇન બજારમાં આરોગ્ય ટીમ દ્વારા માસ્ક વગરના લોકોને ઝડપી પાડી તેમનું ઘટના સ્થળે જ ટેસ્ટિંગ કરવામાં આવે છે અને જે પણ લોકોને કોરોનાવાયરસ ના કેસ પોઝિટિવ આવે તેવા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી રહી છે બીજી તરફ બજારોમાં માસ્ક વગર ફરતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખી દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગની આ નવી પહેલથી લોકોમાં ધીમે ધીમે જાગૃતિ જોવા મળી રહી છે.