Banaskantha : ભીલડી ગામ આજે પણ વિકાસના કામથી વંચિત

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે પરંતુ બનાસકાંઠાનું ભીલડી ગામ આજે પણ વિકાસના કામથી વંચિત છે અનેકવાર આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી
ગુજરાત સરકાર દ્વારા દર વખતે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે પણ એવા અનેક કામો છે કે જ્યાં વર્ષોથી લોકો અનેક સમસ્યાઓનો સામનો કરતા હોય છે ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં પણ હાલમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે વાત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામની. તો આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી કચરાના નિકાલ માટે અને ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી જેના કારણે ભીલડી ગામમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહી છે બીજી તરફ ગટરના પાણીની કોઇ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે ગંદા પાણીથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે જ્યારે એક તરફ સરકાર ગ્રામીણ વિસ્તારની વાતો કરી રહી છે તો બીજી તરફ ભીલડી ગામમાં માત્ર ગંદુ પાણી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.હાલમાં સમગ્ર ભીલડી પંથકમાં ચારે બાજુ ગંદુ પાણી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને ભીલડી ગામ માંથી અનેક ગામોને જોડતો મેઈન હાઇવે પસાર થાય છે અને આ મેઈન હાઈવે ની આજુબાજુ માત્ર મોટા મોટા ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ભીલડી ગ્રામ પંચાયત અને ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ બાબતે સરકારી અધિકારીઓને જાણે ભીલડી ગામ ની પ્રજાની કોઈ પડી ના હોય તેમ આજદિન સુધી આ કચરાના નિકાલ માટે અને ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે ભીલડી ગામના લોકો ગાંધીનગર સુધી લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ જ પ્રકારના વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે હાલ તો આ ગામના લોકો માત્ર કચરા અને ગટરનાં ગંદા પાણી વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે જો આગામી સમયમાં સરકાર દ્વારા ગંદા પાણીનો નિકાલ અને કચરાના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભીલડી ગામમાં મોટો રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે
ભીલડી ગામમાં સતત વધી રહેલા ગંદા પાણી અને કચરા માટે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં પ્રમુખને ને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જે બાબતે ભીલડી ગ્રામ પંચાયતના પ્રમુખ દ્વારા આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર બનાસકાંઠા જીલ્લા પંચાયત અને ગાંધીનગરમાં અનેકવાર ઘનકચરાના નિકાલ માટે અને ગંદા પાણી ના નિકાલ માટે સરકારી જમીનની માંગણી કરી હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતે રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી ભીલડી ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ મોદી દ્વારા પણ આ બાબતે કચરાના નિકાલ માટે ગૌચરની જમીનમાં ડમ્પિંગ સાઈડ બનાવી આપવા માટે માંગ કરી હતી. પરંતુ સરકારની આ બાબતે જાણે કોઈ ધ્યાન જ ન હોય તેમ વર્ષોથી ભીલડી ગામના લોકોની માગણી પૂરી કરવામાં આવી નથી...
બનાસકાંઠા જિલ્લાના વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે પરંતુ તેની સાથે સાથે આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારો છે જ્યાં લોકો વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે વર્ષોથી લોકો ગંદા પાણીના નિકાલ માટે અને ચારે બાજુ વધી રહેલા ગંદા કચરાના નિકાલ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી કોઇ જ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતાં આજે ભીલડી ગામ ની ચારે બાજુ માત્ર અને માત્ર ગંદુ પાણી અને કચરો જોવા મળી રહી છે જેના કારણે અહીં રહેતા લોકો અને જાહેર રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ કચરા નિકાલ તેમજ ગંદા પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે જેથી શહેરનાં તમામ ગંદુ પાણી બહાર નીકળી જાય બીજી તરફ શહેરમાં દિવસે ને દિવસે ચારે બાજુ વધી રહેલા કચરાની યોગ્ય જગ્યાએ ડમ્પિંગ સાઈડ બનાવી ત્યાં ભેગા કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો આવનારા સમયમાં ભીલડી ગામ સ્વચ્છ ગામ બની શકે