Bardoli : પોલીસ દ્વારા ફ્લેગ ડે નિમિતે રન ફોર યુનિટીનું આયોજન કરાયું

સુરત  જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ ડે નિમિતે બારડોલી ખાતે રન ફોર યુનિટી નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ના પોલીસ જવાનો અને  અધિકારી ઓ જોડાયા હતા. અને ઉજવણી કરાઈ હતી. 
સુરત જિલ્લા પોલીસ દ્વારા આજે બારડોલી સ્વરાજ આશ્રમ નજીક  રન ફોર યુનિટીહેઠળ એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.  ફ્લેગ ડે પણ જિલ્લા પોલીસ દ્વારા  ઉજવણી થાય એ હેતુ સાથે રન ફોર યુનિટી નામ આપવામાં આવ્યું હતું.  સ્વરાજ આશ્રમ ખાતે થી કામરેજ , બારડોલી ડી વાય એસ પી , કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર , પાલિકા પ્રમુખ , પ્રાંત અધિકારી ના હસ્તે દોડ નો શુભારંભ કરાયો હતો.
સ્વરાજ આશ્રમ થી લીમડા ચોક થઈ ફરી રાજમાર્ગ થી અટસન રોડ દોડ નો રૂટ નાક્કીનકરાયો હતો. અને ફરી સ્વરાજ આશ્રમ ખાતે સમાપન કરાયું હતું. દોડ માં વિજેતા થનાર પોલીસ જવાનો માં મહિલા અને પુરુષ વિભાગ માં ત્રણ ત્રણ વિજેતા પણ નક્કી કરવામાં આવ્યા હતા. અને વિજેતા ઓ ને ઉપસ્થિત   પોલિસ અધિકારીઓ , પ્રાંત અધિકારી વિજય રબારી ના હસ્તે બહુમાન પણ કરાયું હતું.