Bhabhar : ખડોસણ માઇનોર કેનાલમાં પાણી છોડાયુ

સરહદી વિસ્તારોમાં કેનાલો બનાવ્યા ને ધણો સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પાણી ન પહોંચતા કેનોલો કોરીધાકોર જોવા મળે છે ભાભર વિસ્તારમાં પણ ખડોસણ માઇનોર કેનાલમાં પાણી ન આવતુ હોવાની ખેડૂતો ની મિડિયા સમક્ષ રજૂઆત બાદ પાણી છોડવા માં આવતા ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી હતી.
વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર ભાભર ની તો ભાભર વિસ્તારમાં પિયત માટે નર્મદા નહેરની મેઇન કેનાલ સહિત માઇનોર, સબમાઈનોર, ડીસ્ટીકશાખા ઓ આવેલ છે જેમાં ખડોસણ માઇનોર કેનાલ માં છેલ્લા દોઢ માસથી કેનાલ માં છેવાડાના વિસ્તાર સુધી પાણી ન પહોચતા ખેડૂતો એ વાવેતર કરેલ રવિ પાક સુકાવા લાગતા મોટી સંખ્યામાં ભાભર અને ખડોસણના ખેડૂતો કેનાલ પર એકઠા થઇ 12 જાન્યુઆરી એ મિડિયા સમક્ષ રજૂઆત કરી હતી મિડિયાના અહેવાલો બાદ ખડોસણ માઇનોર કેનાલમાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતો માં હર્ષની લાગણી જોવા મળી હતી.કેનાલમાં પિયત માટે પાણી આવતા ખેડૂતો એ મિડિયાના મિત્રો નો આભાર માન્યો હતો.