Bharuch : અટાલી ગામે કામદાર એકતા સંગઠનની મીટીંગ

સંધ્યા સમયે અટાલી ગામે કામદાર એકતા સંગઠનની મીટીંગ સાતમા નોરતે અતાલીની પવિત્ર ભૂમિ અટલેશ્વર મહાદેવ મંદિરના પતાંગણમાં ફૂલહાર કરી શરૂ કરવામાં હતી
કામદાર એકતા સંગઠન ની રચના અધ્યક્ષ રાજેન્દ્ર સિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ કંપનીઓમાં કામ કરતા કામદારો ને ન્યાય અપાવવાનો છે જમીન ગુમાવીને ફેક્તરીઓ કંપનીઓ સ્થાપવામાં આવી પરંતુ જમીન ગુમાવનારા ઓને કાયમી નોકરી ઉપર નથી લેવામાં આવતા તેવા પ્રશ્નો અંગે smd ઉપપ્રમુખ માનસિંગ દક્કરે કડકાઈ ભર્યા શબ્દોએ કહ્યું હતું કે કંપનીકે માલિકોકે સાથ મિલ્કે લદેંગે ઓર જીત હાશિલ કરકે રહેંગે તેમ જણાવ્યું,મહિલા ઉપપ્રમુખ પારુલ બા એ કામદારોની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે બધાને એક જૂથ થઇ કામ કરવા સૂચન કરવામાં આવ્યું અને જણાવ્યું કે કામદાર એકતા સંગઠન ના કોઈ પણ કામદાર ને મધરાત્રે કોઈ પ્રોબ્લેમ થશે તો તેઓ આવી અને કામદાર ના દુ:ખ નો હિસ્સો બની તેમની વેદનાને વાચા આપવા નું કહ્યું હતું
વધુમાં અધ્યક્ષ રાજેન્દ્ર સિંહ ઠાકોરે જણાવ્યું હતુ કે કંપનીઓ બોનસ નથી આપતી, કંપનીઓનું પ્રદુષણ સ્થાનિકો સહન કરી રહ્યા છે, જો 85 ટકા લોકોને નોકરી આપવામાં નહી આવે તો શહિદ ભગત સિંહ બનતા વાર નહિ લાગે, તેમજ ગુજરાત સરકારના કાયદાનું પાલન કંપનીઓ નહીં કરે તો પરિણામ કંપનીઓ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ગુજરાત પ્રદેશ મહા સચિવ હાર્દિક સિંહ ચોહાણે આપી હતી, આ મિટિંગમાં ગામના તેમજ આજુબાજુના ગામનો લોકો સહિત અતાલી ગામના ઇન્દ્રજીત સિંહ ચોહાણ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હાજર રહ્યા હતા